المدة الزمنية 5:3

કામદારોનું લઘુતમ વેતન એમનો અધિકાર છે | Minimum Wages Act 1948 | Labour Law episode 2 | SafalYuva

بواسطة Safal Yuva WWF
392 مشاهدة
0
21
تم نشره في 2020/04/19

Lockdown ની પરિસ્થિતિમાં શ્રમિકો કામદારો, મજૂરો, કર્મચારીને નોકરી પરથી દૂર ન કરવા તથા આ સમય દરમિયાનનું વેતન, લઘુતમ વેતન, પગાર આપવા બાબતે સરકાર શ્રી દ્વારા અપીલ કરવામાં આવેલી છે. તો આપણે જોઈએ કે લઘુતમ વેતન એટલે શું? અને લઘુતમ વેતન ધારો ૧૯૪૮ minimum wages act 1948 પ્રમાણે કેન્દ્ર સરકારના પરિપત્ર પ્રમાણે કામદારોને કેટલું લઘુતમ વેતન ના દર વિશે જોઈએ, જો લઘુતમ વેતન ના મળે તો કઈ જગ્યાએ તેની, કેવી રીતે ફરિયાદ કરવી તે આપણે સંપૂર્ણ વિગતવાર જોઈએ. આ કાયદાની કલમ નંબર 4 માં લઘુતમ વેતન વિશે જે જણાવ્યું છે તે આપણે સરળ શબ્દોમાં સમજીએ તો લઘુતમ વેતન એટલે એવું વેતન કે જે કામદારો અને તેના કુટુંબની શારીરિક જરૂરિયાતો જેવી કે રોટી, કપડા, મકાન ભાડું, બાળકોનું શિક્ષણ, આરોગ્ય ની જરૂરીયાત અને અન્ય સગવડો પૂરી પાડી શકે તેવું વેતન, એક્સપ્રેસ ન્યૂઝ પેપર પ્રાઇવેટ લિમિટેડ V. યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં એવા સિદ્ધાંતો આપ્યા કે વેતનનો દર નક્કી કરવા માં ઉદ્યોગની શક્તિ અને માલિક ની આર્થિક સ્થિતિ ધ્યાનમાં લેવી જોઇએ , પરંતુ જો લઘુતમ વેતન દર નક્કી કરતી વખતે માલિક ની આર્થિક સ્થિતિ કે ઉદ્યોગની શક્તિ ધ્યાનમાં લેવાની હોતી નથી. એટલે કે માલિક નફો કરે કે ખોટ કરે પરંતુ માલિકે કામદારને લઘુતમ વેતન તો આપવું જ જોઈએ.

الفئة

عرض المزيد

تعليقات - 4